પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લા કલેક્ટર મ એસ.ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર દ્વારા રાશન કાર્ડની દુકાનના રાજીનામાની મળેલી અરજી અંતગર્ત નવી દુકાન ખોલવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ વ્યાજબી ભાવની દુકાનો અને પેટ્રોલપંપ અંગે તપાસ વધુ સઘન બનાવવા સહિતનાં મુદે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બેઠક દરમિયાન અગાઉ યોજાયેલી બેઠકની કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા અને તાલુકા તકેદારી સમિતિ નામો નક્કી કરીને પ્રભારી મંત્રીને મોકલવા, સસ્તા અનાજની દુકાનોના સ્થળ ફેરફાર અંગે મળેલી રજૂઆતો, એનએફએસએ રેશનકાર્ડની સંખ્યા સહિતની વિગતોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરી, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ, અધિક નિવાસી કલેક્ટર જે. બી. વદર, ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya