જામનગરમાં કોર્પોરેશનના પાણીના ટાંકાની દીવાલ તૂટી, એક વ્યક્તિ દટાયો
જામનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાના શંકરટેકરી પાણીના ટાંકાની દીવાલ તૂટી પડતા એક વ્યક્તિ દબાઈ ગઈ હતી. ઉપરાંત દસેક વાહન પણ દીવાલ નિચે દબાયાા હતાં. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડ, ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ વગેરે દોડી ગયા હતાં અને જરૂરી કામગીરી હ
કોર્પોરેશન


જામનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાના શંકરટેકરી પાણીના ટાંકાની દીવાલ તૂટી પડતા એક વ્યક્તિ દબાઈ ગઈ હતી. ઉપરાંત દસેક વાહન પણ દીવાલ નિચે દબાયાા હતાં. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડ, ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ વગેરે દોડી ગયા હતાં અને જરૂરી કામગીરી હાથ ધરી હતી.

શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના પાણીના ટાંકાની દીવાલ અચાનક તૂટી પડી હતી. આ દીવાલ પાસે જ પાર્ક કરાયેલા, દસેક વાહન દીવાલના કાટમાળ નીચે દબાઈ ગયા હતાં. આ ઉપરાંત એક વ્યક્તિ પણ દીવાલ નીચે દબાઈ ગઈ હતી જેને કાટમાળ નીચેથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતાં.

આ બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ પણ દોડી ગયો હતો, અને જરૂરી કામગીરી કરી હતી. આ ઉપરાંત સિટી ઈજનેર ભાવેશ જાની, ચિફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, એસ્ટેટ શાખા, પીજીવીસીએલનો સ્ટાફ પણ દોડી ગયો છે. તમામ વિભાગના કર્મચારી ટીમો જરૂરી કામગીરીમાં જોડાયા છે. આ ઉપરાંત સ્થાનિક લોકો પણ કાટમાળ ખસેડવામાં મદદ કરી રહ્યા છે.

આ સમયે ત્યાં અન્ય ૩ થી ૪ બાળકો રમતા હતાં, પરંતુ તેમનો બચાવ થયો છે, અને કોઈ ઈજા પહોંચી નથી. આ બનાવ અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande