પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.): બ્રહ્માકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી પ્રકાશમણિજીની ૧૮મી પુણ્યતિથિ ૨૫ ઓગસ્ટને વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીઝ અને તેનો સમાજ સેવા પ્રભાગ રાષ્ટ્રીય સ્તરનો રક્તદાન મહાદાન અભિયાન” ચલાવી રહી છે જેના ભાગરૂપે તારીખ 22 થી 25 ઓગસ્ટ દરમ્યાન ભારત અને નેપાળના તથા ખાસ ગુજરાતમાં આવેલ સંસ્થાના 500 જેટલાં સેવાકેન્દ્રો પર રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જે અંતર્ગત સિદ્ધપુર બ્રહ્માકુમારીઝ ખાતે ૨૪ ઓગસ્ટ રવિવારના રોજ બ્રહ્માકુમારીઝ વિદ્યાલય અને સિધ્ધપુર તાલુકા રેડ ક્રોસ સોસાયટી દ્વારા સિદ્ધપુર જનરલ હોસ્પિટલ ની બ્લડ બેન્કના સહયોગથી બ્રહ્માકુમારીઝ સેન્ટર પર મોટી સંખ્યામાં લોકો રક્તદાન અભિયાનમાં જોડાયા અને 58 યુનિટ બ્લડની બોટલો એકત્રિત કર્યું હતુ અને તમામ રક્તદાતાઓને આભાર ભેટ સાથે ચા નાસ્તો આપવામા આવ્યો હતો.આ અભિયાનને સફળ બનાવવા બ્રહ્માકુમારીઝ વિદ્યાલયના નીપાબેન અને બિંદુબેન સહીત જનરલ હોસ્પિટલ બ્લડ બેન્કના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
જેમાં સંસ્થાના મુખ્ય સંચાલિકા બીકે વિજયાદીદી, રેડક્રોસ સોસાયટીના પ્રમુખ પ્રવીણ મોદી , અધ્યક્ષ ડૉ.નિશીથભાઈ, મંત્રી સુરેશભાઈ પંચાલ, પૂર્વ નગરપાલિકા અધ્યક્ષા ડો. સુશીલાબેન પટેલ, પ્રોજેક્ટ ચેરમેન દિલીપભાઈ પુરોહિત,રોગી કલ્યાણ સમિતિ ના મેમ્બર ભરત મોદી, ઉદ્યોગપતિ કિરણભાઈ પટેલ, યોગાંજલી વિદ્યાલયના આસિસ્ટન્ટ મેનેજર જીગ્નાબેન દવે હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ