ગુજકોસ્ટ દ્વારા રાષ્ટ્રીય અવકાશ દિવસ 2025 ની 12 દિવસની ઉજવણીનું સમાપન
50,000 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અમદાવાદ, 24 ઓગસ્ટ (હિ.સ.): ગુજરાતભરના ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ બે વર્ષ પહેલાં ચંદ્રયાન-૩ના ઉતરાણની સફળતાની ઉજવણી કરી. તેમજ આગામી વર્ષોમાં ભારત દ્રારા ગગનયાન અને ભારતીય આગામી વર્ષોમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS)
ગુજકોસ્ટ દ્વારા રાષ્ટ્રીય અવકાશ દિવસ 2025 ની 12 દિવસની ઉજવણી


ગુજકોસ્ટ દ્વારા રાષ્ટ્રીય અવકાશ દિવસ 2025 ની 12 દિવસની ઉજવણી


ગુજકોસ્ટ દ્વારા રાષ્ટ્રીય અવકાશ દિવસ 2025 ની 12 દિવસની ઉજવણી


50,000 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

અમદાવાદ, 24 ઓગસ્ટ (હિ.સ.): ગુજરાતભરના ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ બે વર્ષ પહેલાં ચંદ્રયાન-૩ના ઉતરાણની સફળતાની ઉજવણી કરી. તેમજ આગામી વર્ષોમાં ભારત દ્રારા ગગનયાન અને ભારતીય આગામી વર્ષોમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS) નાં આયોજન અંગે માહીતી મેળવી. ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને રીજીયોનલ સાયન્સ સેન્ટર (RSCs) પર 12 દિવસના અવકાશ આઉટરીચ કાર્યક્રમોની ઊજવણી કરવામા આવેલ હતી.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિક વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ અને ટેકનોલોજી (GUJCOST) એ રાષ્ટ્રીય અવકાશ દિવસ 2025 ની 12 દિવસની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

ભારતીય અવકાશ કાર્યક્રમના પિતામહ ડૉ. વિક્રમસારાભાઈને શ્રદ્ધાંજલિ રૂપે ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પી. ભારતી(IAS), સચિવ, વિજ્ઞાન અને પ્રૌધોગિક વિભાગ, ગુજરાત સરકાર અને ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)ના ડિરેક્ટર નિલેશ દેસાઈ દ્વારા આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આર્યભટ્ટથી ગગનયાન: પ્રાચીન જ્ઞાનથી અનંત શક્યતાઓ થીમ પર આયોજીત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિવિધ આકર્ષક પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકોમાં જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક સ્વભાવને જાગૃત કરવાનો હતો.

ગુજરાતભરની શાળાઓ અને કોલેજોના ૫૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ અવકાશ વિજ્ઞાનમાં જિજ્ઞાસા જગાડવા અને વૈજ્ઞાનિકોની આગામી પેઢીને પ્રેરણા આપવા માટે વિવિધ સ્પર્ધાઓ અને અવકાશ વિજ્ઞાન અંગેની આઉટરીચ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ ચિત્ર સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ અને રીલ-મેકિંગ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધેલ હતો. જેમા વિધર્થીઓ દ્રારા અવકાશ સંશોધન અને ભારતની વૈજ્ઞાનિક પ્રગતિની થીમ પર તેમની સર્જનાત્મકતા પ્રદર્શિત કરી હતી.

સ્પર્ધાઓના વિજેતાઓને રાષ્ટ્રીય અવકાશ દિવસ-23 ઓગસ્ટ 2025ના આજ રોજ સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC), ISROના અવકાશ વૈજ્ઞાનિકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ રાજ્ય-સ્તરીય અવકાશ આઉટરીચ કાર્યક્રમ ભારતના સમૃદ્ધ અવકાશ વારસા અને મહત્વાકાંક્ષી ભાવિ મિશનની ઉજવણી કરતી વખતે, વૈજ્ઞાનિક જાગૃતિ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ગુજકોસ્ટ ની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

ઇન્ટરેક્ટિવ લર્નિંગ, સર્જનાત્મક સ્પર્ધાઓ અને પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિકો સાથે સીધા જોડાણ દ્વારા, 12 દિવસના અવકાશ આઉટરીચ કાર્યક્રમોએ વિદ્યાર્થીઓમાં પ્રાચીન ખગોળશાસ્ત્રીય જ્ઞાનથી આધુનિક અવકાશ સંશોધન સુધીની ભારતની સફર માટે ઊંડી પ્રશંસા કેળવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande