વિશ્વ ઉદ્યોગ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં ઉદ્યમશીલતા અને સ્ટાર્ટઅપ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.): પાટણની એન.જી.ઈ.એસ. સંચાલિત ટી.એસ.આર. કોમર્સ કોલેજમાં સ્વદેશી જાગરણ મંચ અને એન.એસ.એસ. યુનિટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ઉદ્યોગ દિવસની ઉજવણી યોજાઈ. કાર્યક્રમનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ ક્ષેત્ર અને સ્ટાર્ટઅપ અંગે જાગૃતિ લાવ
વિશ્વ ઉદ્યોગ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં ઉદ્યમશીલતા અને સ્ટાર્ટઅપ જાગૃતિ


પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.): પાટણની એન.જી.ઈ.એસ. સંચાલિત ટી.એસ.આર. કોમર્સ કોલેજમાં સ્વદેશી જાગરણ મંચ અને એન.એસ.એસ. યુનિટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ઉદ્યોગ દિવસની ઉજવણી યોજાઈ. કાર્યક્રમનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ ક્ષેત્ર અને સ્ટાર્ટઅપ અંગે જાગૃતિ લાવવાનું રહ્યું.

આ અવસરે જિલ્લા ઉદ્યોગ કલેકટર કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ દિનેશભાઈ માળી તથા એચ.એન.જી.યુ.ના આસિસ્ટન્ટ પ્રોફેસર જયભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ, સ્કિલ મેનેજમેન્ટ તથા સ્ટાર્ટઅપ તક અંગે માહિતી આપી. તેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઇનોવેટિવ આઈડિયા તથા સકારાત્મક પ્રયત્નો માટે કરવા અનુરોધ કર્યો.

કાર્યક્રમની સફળતા માટે એન.જી.ઈ.એસ. કેમ્પસના CDO જયભાઈ ધ્રુવે શુભેચ્છા પાઠવી. સ્વદેશી જાગરણ મંચના જિલ્લા સંયોજક ડૉ. દેવેન્દ્રભાઈ ત્રિવેદી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. મંચ દ્વારા ઉદ્યમશીલ યુવાનોના વિકાસ અને સમાજના નિર્માણ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande