પ્રાસલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, સગર્ભા મહિલાઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન
ગીર સોમનાથ 24 ઓગસ્ટ (હિ.સ.) સુત્રાપાડા તાલુકાના પ્રાસલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા મહિલાઓ માટે વિશેષ મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વેરાવળની સ્ત્રીરોગ નિષ્ણાત ડો. પરિતા મોરી દ્વારા સગર્ભા મહ
પ્રાસલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, સગર્ભા મહિલાઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન


ગીર સોમનાથ 24 ઓગસ્ટ (હિ.સ.) સુત્રાપાડા તાલુકાના પ્રાસલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા મહિલાઓ માટે વિશેષ મેડિકલ કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં વેરાવળની સ્ત્રીરોગ નિષ્ણાત ડો. પરિતા મોરી દ્વારા સગર્ભા મહિલાઓની સંપૂર્ણ તબીબી તપાસ કરી એએનસી ચેકઅપ, લોહીની તપાસ, રૂટિન ઇતિહાસ નોંધવી અને જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

કેમ્પમાં પ્રાસલી, પ્રાંચી, ટોબરા, રંગપુર, મોરડિયા, ટીંબડી, આલીદ્વા, મહોતબતપરા, પીપળવા, ખેરા, ઘંટિયા, ખાભા, ગાંગેથા, ભુવાવાડા અને વાસાવડ સહિતના ગામોની અંદાજે 71 સગર્ભા મહિલાઓની તપાસ કરવામાં આવી હતી. સાથે જ મહિલાઓને યોગ્ય આરોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ આરોગ્ય કેમ્પનો મુખ્ય હેતુ સગર્ભાવસ્થાની યોગ્ય કાળજી રાખવા, માતા અને બાળક બંનેના આરોગ્યનું રક્ષણ કરવું તેમજ સુરક્ષિત માતૃત્વને પ્રોત્સાહન આપવું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande