જૂનાગઢ, 24 ઓગસ્ટ (હિ.સ.) આજ રોજ ચોરવાડ ખાતે તા. ૨૪/૮/૨૫ ના રોજ ઝુંડ ભવાની માતાજી મેળામાં ભાદરવા સુદ એકમના દિવસે વહેલી સવારે સૌપ્રથમ વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલજીતુ કુહાડા તેમજ અધ્યક્ષ કિશોર કુહાડા દ્વારા વષો ની પરંપરા મુજબ ભવાની માતાજી ને પુજાપો અને મહા આરતી કરી અને ધ્વજા ચડાવવામાં આવેલ. આ પૂજાપો ચડાવ્યા બાદ સમગ્ર ખારવા સમાજના ઘરે ઘરે થી પૂજાપો ચડાવવામાં આવે છે. આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુ કુહાડા, ઉપ પટેલ બાબુભાઈ આગિયા, મંત્રી નારણભાઈ બાંડિયા, હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, જુનાગઢ પી.એસ.આઇ કટારા સાહેબ, તથા પોલીસ સ્ટાફ, તેમજ સમાજના આગેવાનો તેમજ કુહાડા પરિવાર તેમજ બહોળી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહી અને આ પૂજાપોનો તથા મહા આરતી લાભ લીધો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ