પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.): પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલની નૃત્ય ટીમે પાટણ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કલાઉત્સવમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. ટીમમાં સોઢા તમન્ના, ઠાકોર અનન્યા, શાહ પ્રિયાંશી અને ભગત વિદિશા સામેલ હતા.
વાદ્ય સંગીતમાં વાદન ટીમે પણ પહેલા સ્થાન મેળવી શાળાનું નામ ઉજ્જવળ કર્યું. ટીમના સભ્યો છે બ્રહ્મભટ્ટ પૃથ્વીરાજસિંહ, ભોજક ધૈર્ય, લીમ્બાચીયા પાર્થ અને રાવલ શ્લોક.
વિજેતા વિદ્યાર્થીઓને શિક્ષિકા સારિકાબેન પટેલ અને સંગીત ક્લાર્ક વિપુલભાઈ સોલંકીના માર્ગદર્શન માટે અભિનંદન પાઠવવામાં આવ્યા. NGES કેમ્પસના CDO પ્રો. જય ધ્રુવ, શાળા આચાર્ય ડૉ. ઝેડ.એન.સોઢા, સુપરવાઈઝર હર્ષદભાઈ, ગમનભાઈ સુથાર અને શાળા કોઓર્ડિનેટર યોગેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી. શાળા પરિવાર આશા વ્યક્ત કરે છે કે પ્રદેશ કક્ષાએ પણ તેઓ શાળાનું અને જિલ્લાનું નામ રોશન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ