પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લામાં પોલીસ દ્વારા ‘ફિટ ઇન્ડિયા’ મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલીની શરૂઆત જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ફ્લેગ ઓફ સાથે થઈ, જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો.
રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, જેના કારણે નાગરિકોમાં તંદુરસ્તી અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ ફેલાઈ. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસકર્મીઓ તેમજ નાગરિકોને શારીરિક રીતે સક્રિય રહેવા પ્રોત્સાહિત કરવાનો હતો.
રેલીનું સમાપન ઐતિહાસિક રાણકી વાવ ખાતે થયું, જ્યાં સહભાગીઓને ફિટનેસ જાળવી રાખવા માટે પ્રેરણા આપવામાં આવી. નાગરિકો અને વિવિધ સંસ્થાઓ તરફથી આ પહેલને ઉત્તમ પ્રતિસાદ મળ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ