પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.)જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ગુમ, ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સુચનાઓ કરવામાં આવેલ હોય જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સુચના કરેલ હતી.
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર ડી.જી. ગોહિલ તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા મોબાઇલ ફોન શોધી કાઢવા ટીમો બનાવી ટેકનિકલ સોર્સના અધારે સી.ઈ.આઈ.આર. પોર્ટલ સેન્ટ્રલ ઇકવીપમેન્ટ આઈડેન્ટીટી રજીસ્ટર ગવર્મેન્ટ વેબસાઇટની મદદથી ટ્રેકીંગમાં મૂકી સી.ઈ.આઇ.આર. પોર્ટલમાં સતત મોનીટરીંગ કરી ગુમ થયેલ મોબાઇલ ફોનો ટ્રેસ કરી શોધી કાઢવામાં આવેલ છે. જેમાં કુલ મોબાઇલ ફોન 1 જેની કિંમત રૂા.19,999નો શોધીને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદાર રોહીત મનોહરલાલ સેવદા, રહે. રામસરા, ચુરુ, રાજસ્થાન, હાલ રહે. પોરબંદરને ફોન પરત સોંપેલ છે.આ કામગીરી પી.આઈ. ડી.જી.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ પી.ડી. સરવૈયા, પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ધીરૂભા તથા સચિન ભીખાભાઇ દ્વારા કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya