પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.)સાયન્સ સિટી, અમદાવાદમાં સ્પેસ સપ્તાહની ઉજવણી અંતર્ગત 23 ઓગસ્ટ 2025ના રોજ નેશનલ સ્પેસ ડે નિમિત્તે ચંદ્રયાન મોડેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વડનગરના શ્રી વિવેકાનંદ વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ શાનદાર પ્રદર્શન કર્યું.
રોશની ચૌધરી, આશા ચૌધરી, મિશ્વા નાયી અને મિશ્વા પુરોહિતે લેન્ડર, ઓર્બિટર, સ્પેસ શટલ અને રોવરનું મોડેલ બનાવી પ્રેઝન્ટેશન રજૂ કર્યું. તેમના પ્રયત્નને સફળતા મળી અને શાળાને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું.
વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં શાળાના શિક્ષકો પુરીબેન ચૌધરી, બાબુભાઈ સોલંકી, રાજુભાઈ રાજદેવ, કિરીટભાઈ સોલંકી, જેસુંગભાઈ ચૌધરી અને સેવક દિનેશભાઈએ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. પુરીબેન ચૌધરીના નેતૃત્વમાં ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.
શાળાના આચાર્ય કલ્પેશભાઈ અખાણી અને વિવેકાનંદ વિકાસ મંડળના પ્રમુખ પરબતભાઈ ચૌધરીએ વિજેતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા. આ સ્પર્ધા સ્પેસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે 12થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન આયોજિત કાર્યક્રમોની શ્રૃંખલાનો એક ભાગ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ