જામનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : શ્વાનોની આક્રમકતા સામે માનવીઓની રક્ષા સબંધી એક કેસમાં સુપ્રિમ કોર્ટના આજે તા. રરમીએ આવેલા ચુકાદાને આવકારી જામનગરમાં જીવદયા પ્રેમીઓ અને શ્વાન પ્રેમીઓએ આવારા નહીં, હમારા હૈના - સુત્રોચ્ચાર સાથે શ્વાનો સાથે માનવ સમાજ પણ માનવીય વર્તન કરીને પોત-પોતાના વિસ્તારમાં શ્વાનો માટે થોડા ભોજન અને પાણીની સુવિધા ઉભી કરીને તેના ઉપર હુમલા ન કરે. તેવી લાગણી વ્યક્ત. કરી છે.
આપણી પરંપરા મુજબ એકાદ રોટલી શ્વાનો માટે પણ કાઢવા યુવા પેઢીએ સમાજને અપીલ કરી છે. મ્યુ. તંત્રએ પણ માસિક 1100થી વધુ શ્વાન હુમલાની ફરિયાદો વચ્ચે તા.25 જુલાઈથી શ્વાન ખસીકરણ-રસીકરણની કામગીરી શરુ કરી હોવાનું અધિકારી જણાવે છે.
સુપ્રિમ કોર્ટ દ્વારા શ્વાનોના નસબંધી-રસીકરણ બાદ શ્વાનોને પુન: તેના રહેણાંક વિસ્તારમાં જ છોડવાની તેમજ આક્રમક શ્વાનોને આશ્રય સ્થાનોમાં રાખવાની ગાઈડલાઈન સાથેનો ચુકાદો આપ્યો છે.
ત્યારે આજે અસંગઠીત જીવદયાપ્રેમીઓ અને શ્વાન પ્રેમીઓ યુવક-યુવતીઓ અને વડીલોએ સુપ્રિમ કોર્ટના ચુકાદાને આવકારવા સાથે સાથે પ્રાણીઓ પ્રત્યે લોકો દયા રાખે, એક રોટલી તેના માટે પણ કાઢે, પીવાનું પાણી પણ આપે અને માનવીય વલણ પણ રાખે તો શ્વાનોની આક્રમકતા ઘટી જશે. તેવું સમાજને સુચન કર્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt