પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરમાં વર્ષ 2008 માં અતી ચકચારી બનેલા રાજન કીલ્લાકરને પેટી પલંગમાં પુરીને તેની અનેક મિલ્કતોના દસ્તાવેજો કરાવી લીધેલ હોવા સંબંધે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જે હાલ ફોજદારી કેસ પોરબંદરની કોર્ટમાં પેન્ડીંગ છે. પરંતુ તે વખતે થયેલા તમામ દસ્તાવેજો રદ કરવા માટે જીલ્લા કલેકટર દ્વારા હુકમો કરેલા હતાં.રાજીવનગરમાં પ્લોટો પૈકી પ્લોટ નં.96 જમીન ચો.વા. 170-50 નું દસ્તાવેજ મનીપપુરી મગનપુરી ગોસ્વામીને થયેલુ હતું. જે તેઓએ ઉઘમદાસ આસમદાસ આહુજા ને વેચાણ કર્યું હતું. ત્યારબાદ 2010 માં તે પ્લોટ ઈલાબેન જયંતીગીરી ગોસ્વામીએ ખરીદ કર્યો હતો જે તેઓએ ઘરમપુર ગ્રામ પંચાયતમાંથી બાંધકામ પરવાનગી મેળવી બેંકમાંથી લોન લઈ રહેણાંક મકાન બનાવેલ છે.
અને તેમાં તે વસવાટ કરે છે. પરંતુ તે અન્વયે જીલ્લા કલેકટરએ 2011 માં નોટીસ કરી દસ્તાવેજ રદ કરવા અન્વયે કાર્યવાહી કરેલી હતી. અને તે સંબંધે ઈલાબેન ગોસ્વામી દ્વારા પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે સીવીલ કોર્ટમાં દાવો કરી કલેકટરની કાર્યવાહીને ચેલેન્જ કરેલી હતી.
તે દાવો પોરબંદરના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ બી. જે. પટેલની કોર્ટમાં ચાલી જતા અને એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા ધારદાર દલીલ કરી અને રેવન્યુ અધિકારીને અઘાટ વેચાણ દસ્તાવેજથી થયેલા વ્યવહારો રદ કરવાની કોઈ સતા નથી અને જયારે પ્રાઈવેટ માલીકીની મિલ્કત હોય અને સરકારને કાંઈ લેવા દેવા ન હોય ત્યારે પ્રાઈવેટ માલીકે દસ્તાવેજ રદ કરવાનો કોર્ટમાં દાવો કરવો પડે પરંતુ જીલ્લા કલેકટર કોઈ દસ્તાવેજ રદ કરવાનો હુકમ કરી શકે નહીં. કારણ કે, સબ-રજીસ્ટ્રાર કચેરીમાં પણ રેવન્યુ વિભાગમાં આવે છે.અને તે રીતે તેના પણ હેડ કલેકટર જ છે. અને તે રીતે સબ-રજીસ્ટ્રાર કચેરી પુરતી સ્ટેમ્પડયુટી લઈ, પુરતી રજીસ્ટ્રેશન ફી લઈ દસ્તાવેજની નોંધણી કરતા હોય ત્યારે તે જ વિભાગના વડા દસ્તાવેજ ખોટુ હોવાનું ઠરાવી દસ્તાવેજ રદ કરી શકે નહીં. અને કાયદા મુજબ પણ માલીકી હકક નકકી કરવાની સતા અને દસ્તાવેજ સાચુ છે કે, ખોટું છે તે નકકી કરવાની સતા માત્ર સીવીલ કોર્ટને જ હોય અને તે સંબંધેના ગુજરાત હાઈકોર્ટના અનેક ચુકાદાઓ રજુ કરતા નામદાર પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ બી.જે. પટેલ દ્વારા કાયદાની જોગવાઈઓ ધ્યાને લઈ વાદી ઈલાબેન ગોસ્વામી શુધ્ધબુધ્ધિના ખરીદનાર હોય રેવન્યુ રેકર્ડમાં તેના નામે એન્ટ્રી પડી ગયેલી હોય બાંધકામ પરવાનગી લઈ બાંધકામ બનાવેલુ હોય તે બાબતો ધ્યાને લઈને જીલ્લા કલેકટરે કરેલી તમામ કાર્યવાહી રદ કરેલ છે. અને ઈલાબેન ગોસ્વામીને કાયદેસરના માલીક હોવાનું ઠરાવેલ છે. આ કામમાં વાદી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારધી, રમેશ ગોઢાણીયા રોકાયેલા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya