પોરબંદર સરસ મેળામાં, ખોડીયાર સખી મંડળની કળા સૌને મંત્રમુગ્ધ કર્યા.
પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર ચોપાટી મેદાન ખાતે યોજાયેલ સરસ મેળામાં દેવડાના ખોડીયાર સખી મંડળના કંચનબેન દ્વારા તૈયાર કરાયેલા અનોખા હસ્તનિર્મિત રમકડાં અને વાંસની કૃતિઓ સૌનું ધ્યાન ખેંચી રહી છે. બાળકો માટે લાકડા, રૂ તથા કાપડમાંથી બનેલા વિવિધ રમકડાં ઉ
પોરબંદર સરસ મેળામાં ખોડીયાર સખી મંડળની કળા સૌને મંત્રમુગ્ધ કર્યા.

પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર ચોપાટી મેદાન ખાતે યોજાયેલ સરસ મેળામાં દેવડાના ખોડીયાર સખી મંડળના કંચનબેન દ્વારા તૈયાર કરાયેલા અનોખા હસ્તનિર્મિત રમકડાં અને વાંસની કૃતિઓ સૌનું ધ્યાન ખેંચી રહી છે. બાળકો માટે લાકડા, રૂ તથા કાપડમાંથી બનેલા વિવિધ રમકડાં ઉપરાંત ઘર સુશોભનની વસ્તુઓ તથા મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ગૌતમ બુદ્ધ સહિતના મહાનુભાવોની વાંસથી બનાવેલી આકર્ષક છબીઓ તેમણે તૈયાર કરી છે.કંચનબેનએ જણાવ્યું હતું કે અમારી કળાને પોરબંદર સરસ મેળા દ્વારા એક નવી ઓળખ મળી છે.

પોરબંદરના લોકોએ પણ ખુબ સારો પ્રતિસાદ આપ્યો છે. સરકાર દ્વારા આપવામાં આવેલ પ્રોત્સાહન, વિનામૂલ્યે સ્ટોલ, તેમજ રહેવા અને જમવા સહિતની સુવિધાઓ બદલ કંચનબેને સરકારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા સરસ મેળાના માધ્યમથી મહિલાઓની હસ્તકલા અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. મહિલા સશક્તિકરણ અને મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande