પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર શહેરના નવા ભીલવાસ વિસ્તાર ખાતે આજે આદિવાસી સમાજ દ્વારા શ્રી જોગણી માતાની ભવ્ય ધારા વાળી કાઢવામાં આવી હતી. આ પરંપરા આશરે 100 વર્ષથી વધુ જૂની છે અને દર વર્ષે ભાદરવા સુદ એકમના દિવસે ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.
ધારા વાળી પ્રસંગે વિસ્તારના રહીશો સહીત આસપાસના ભક્તો ભેગા થઈને માતાજીના જયકારા ગાતા હોય છે. લોકોના ઘેર જઈને કંકુના પંજા ઘરની દીવાલ પર મારવામાં આવે છે, જેને સગુણરૂપ માનવામાં આવે છે.
આ ઉપરાંત ઘરે ઘરે જઈને દૂધની ધારે સફેદ દોરી ઘરની બહાર બાંધવામાં આવે છે. આ અનોખી પરંપરા ભક્તિ, એકતા અને શ્રદ્ધાનું પ્રતિક બનીને આજે પણ જીવંત છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ