જફરાબદ નજીક સમુદ્રમાં બોટ ડૂબી જતાં 4 માછીમારો લાપતા.
પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.)ભારે વરસાદને કારણે હાલ દરિયો પણ તોફાની બન્યો છે.ત્યારે જાફરાબાદના દરિયામા બોટ ડુબી જતા ચાર માછીમારો લાપતા બન્યા છે આ અંગે બોટના માલિકે પોરબંદરના નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમા જાહેર કર્યુ છે.જાફરાબાદ ખાતે રહેતા યંશવતભાઈ નારણભાઈ
જફરાબદ નજીક સમુદ્રમાં બોટ ડૂબી જતાં 4 માછીમારો લાપતા.


પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.)ભારે વરસાદને કારણે હાલ દરિયો પણ તોફાની બન્યો છે.ત્યારે જાફરાબાદના દરિયામા બોટ ડુબી જતા ચાર માછીમારો લાપતા બન્યા છે આ અંગે બોટના માલિકે પોરબંદરના નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમા જાહેર કર્યુ છે.જાફરાબાદ ખાતે રહેતા યંશવતભાઈ નારણભાઈ બારૈયાએ પોરબંદરના નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમા એવી વિગત જાહેર કરી હતી કે તેમની માલિકાની બોટ જયશ્રી તાત્કાલીક રજીસ્ટ્રેશન IND-GJ-14-MM-415 જાફરાબાદ બંદર થી 20 નોટીકલ માઈલ દુર દરિયામાં ખરાબ વાતવરણને કારણે ડુબી જતા માછીમાર દિનેશ બાબુ બરૈયા, મનસુખ ભાણા શિયાળ,વિનોદ ઢીસા બારૈયા અને હરેશ ઉર્ફે ભાવેશ બિજલ બારૈયા લાપતા બન્યા છે અને તેમની શોધખોળ કરવા છતા કોઇ ભાળ મળી નથી આ બનાવને માછીમારોમા ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande