અમેરિકન કપાસ પર ડ્યુટી રદ કરવાના નિર્ણયનો આપનો વિરોધ, ખેડૂતોને પોષણક્ષમ ભાવની માંગ
પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.): કેન્દ્ર સરકારે અમેરિકાથી આયાત થતા કપાસ પરની આયાત ડ્યુટી શૂન્ય કરી છે, જેના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પાટણ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધિત આ આવેદનપત્રમાં અમેર
અમેરિકન કપાસ પર ડ્યુટી રદ કરવાના નિર્ણયનો આપનો વિરોધ, ખેડૂતોને પોષણક્ષમ ભાવની માંગ


પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.): કેન્દ્ર સરકારે અમેરિકાથી આયાત થતા કપાસ પરની આયાત ડ્યુટી શૂન્ય કરી છે, જેના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પાટણ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધિત આ આવેદનપત્રમાં અમેરિકન કપાસ પર ફરીથી ડ્યુટી લાદવાની તેમજ ગુજરાત અને પાટણના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે તત્કાલ પગલાં લેવા માંગ કરવામાં આવી છે.

AAPના જણાવ્યા મુજબ, 2014 પહેલાં કપાસનો ભાવ ₹1,500 પ્રતિ મણ હતો, જ્યારે હાલમાં સિઝનમાં તે ₹1,300 અને બિન-સિઝનમાં ₹1,100 સુધી જ રહ્યો છે. જો અમેરિકન કપાસ ડ્યુટી વગર ભારતમાં આવશે તો સ્થાનિક બજારમાં કપાસના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી સ્થાનિક ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ નહી મળે તેવી ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આ અવસાનપ્રસાર કાર્યક્રમમાં પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પ્રદેશ કિસાન સહમંત્રી રાજુજી ઠાકોર, પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે મળીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની માંગ ઉઠાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande