પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.): પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વસઈપુરા વિસ્તારમાં બોરના કેબલ વાયરની ચોરીનો બનાવ સામે આવ્યો છે. વસઈપુરા લાકોડ માઢના રહેવાસી રમેશભાઈ ચુનીલાલ વિરમદાસે રણુંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 19 ઓગસ્ટના સવારે 10:30 થી 20 ઓગસ્ટના સવારે 8:00 વાગ્યા વચ્ચે અજાણ્યા શખ્સે ત્રણ અલગ-અલગ બોરમાંથી વાયર ચોરી લીધા છે.
ફરિયાદ મુજબ, રમેશભાઈના બોરમાંથી 100 એમએમનો 30 ફૂટ કેબલ, ગણેશભાઈ માધવદાસ પટેલના બોરમાંથી 100 એમએમનો 40 ફૂટ કેબલ અને નારણભાઈ ગંગારામભાઈ પટેલના બોરમાંથી 100 એમએમનો 25 ફૂટ લાંબો કેબલ ચોરાયો છે. આમ કુલ મળીને 95 ફૂટ લાંબો કેબલ ચોરી ગયો છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ચોરીના આ બનાવથી ગ્રામ્ય વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે અને ખેડૂતોમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ