ગીર સોમનાથ જિલ્લામાં 'રાષ્ટ્રીય રમત-ગમત દિવસ'ના ઉપલક્ષમાં ત્રિદિવસીય રમતોત્સવ યોજાશે
ગીર સોમનાથ, 25 ઓગસ્ટ (હિ.સ.) વિશ્વસ્તરે ભારતને હોકીમાં નામના અપાવનાર અને હોકીના જાદૂગર તરીકે પ્રખ્યાત એવા ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિને પ્રતિવર્ષ દેશમાં ''રાષ્ટ્રીય રમત-ગમત દિવસ'' (નેશનલ સ્પોર્ટ્સ ડે) તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ''રા
ગીર સોમનાથ જિલ્લામાં 'રાષ્ટ્રીય રમત-ગમત દિવસ'ના ઉપલક્ષમાં ત્રિદિવસીય રમતોત્સવ યોજાશે


ગીર સોમનાથ, 25 ઓગસ્ટ (હિ.સ.)

વિશ્વસ્તરે ભારતને હોકીમાં નામના અપાવનાર અને હોકીના જાદૂગર તરીકે પ્રખ્યાત એવા ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિને પ્રતિવર્ષ દેશમાં 'રાષ્ટ્રીય રમત-ગમત દિવસ' (નેશનલ સ્પોર્ટ્સ ડે) તરીકે ઉજવવામાં આવે છે.

આ વર્ષે 'રાષ્ટ્રીય રમત-ગમત દિવસ'ને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લામાં ત્રિદિવસીય રમત-ગમત મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગેની વિગતો આપતાં જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં તા.૨૯/૦૮/૨૦૨૫ થી તા.૩૧/૦૮/૨૦૨૫ દરમિયાન ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

રમતોત્સવની ઉજવણી સંદર્ભે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, દેશના યુવાનો રમત-ગમતમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા તરફ પ્રોત્સાહિત થાય તથા રમત-ગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરી રાષ્ટ્રીય ગૌરવ વધારે તે હેતુસર સરકારના માર્ગદર્શન હેઠળ 'નેશનલ સ્પોર્ટ્સ ડે'ની ઉજવણી કરવામાં આવશે.

આ ઉજવણી અંતર્ગત તા.૨૯ ઑગસ્ટે જિલ્લાની તમામ શાળા, કોલેજો, સામાજિક સંસ્થાઓમાં 'ફીટ ઈન્ડિયા' શપથ લેવામાં આવશે તથા “એક કલાક રમતના મેદાનમાં” સૂત્ર સાથે વિદ્યાર્થીઓને શાળાના મેદાનમાં વિવિધ રમતો અને રિક્રિએશન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

કલેક્ટરએ બીજા દિવસની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, રમતોત્સવના બીજા દિવસ એટલે કે, તા.૩૦ ઑગસ્ટે જિલ્લા પોલીસવડાના માર્ગદર્શનમાં પોલીસ વિભાગ દ્વારા વોલીબોલ, હોકી, રસ્સાખેંચ અને અન્ય વિવિધ રમતોનું આયોજન કરાયું છે.

જ્યારે તા.૩૧ ઑગસ્ટ એટલે કે ત્રીજા દિવસે 'સન્ડે ઓન સાયકલ' સૂત્ર સાથે વેરાવળ ખાતે અંદાજિત પાંચ કિલોમીટરના રૂટ પર સાયકલોથોન યોજાશે. જેમાં જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, સામાજિક સંસ્થાઓ, શાળા કોલેજના બાળકો મોટી સંખ્યામાં જોડાશે.

કલેક્ટરએ વિદ્યાર્થીઓ સાથે જિલ્લાના નાગરિકો પણ આ રમત-ગમત સ્પર્ધામાં જોડાઈ અને જિલ્લામાં વાતાવરણ ઊભું થાય તે માટે નાગરિકોના સહકારની વાંચ્છના કરી છે.

ઉલ્લેખનીય છે કે, કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાની માટે અમદાવાદ એ ઉમેદવારી નોંધાવી છે અને ગુજરાતમાં આગામી વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિકની દાવેદારી માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આ રમતોત્સવના આયોજન થકી ખેલાડીઓને રમત-ગમતના વાતાવરણ થકી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande