ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.)
ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજના ડોડીયા પરિવારના સુરાપુરા દાદા રણસિંહજી દાદા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સ્વ. માનસિંહભાઈ જેઠાભાઈ ડોડીયા ને શ્રદ્ધાંજલિ અર્પણ
માંગરોળ તાલુકાના શેપા ગામના વતની તથા સુરાપુરા દાદા રણસિંહજી દાદા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સ્વ. માનસિંહભાઈ જેઠાભાઈ ડોડીયાનું તા. ૬ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ દુઃખદ અવસાન થયેલ હતું. તેમના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી હતી.
તેમની સ્મૃતિમાં તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૨૫ ને રવિવારે સોમનાથના સાનિધ્યમાં આવેલ સમગ્ર ડોડીયા પરિવારના સુરાપુરા રણસિંહજી દાદાના પાવન સાનિધ્યમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટ તથા ડોડીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનો, સમાજજનો, આગેવાનો તથા પરિચિતોએ ઉપસ્થિત રહી સ્વ. માનસિંહભાઈ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સામાજિક, ધાર્મિક અને સેવાકીય કાર્યોમાં તેમનું યોગદાન હંમેશાં યાદગાર બની રહેશે એવી ભાવનાથી સમગ્ર ડોડીયા પરિવાર તથા રણસિંહજી દાદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ