ગીર સોમનાથ, 25 ઓગસ્ટ (હિ.સ.)
ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસિસ (ઈનકોઈસ) દ્વારા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકિનારે હાઈ વેવ એલર્ટ આપવામાં આવ્યું છે. જેની શક્યતા જોતા દરિયાકિનારે ઊંચા મોજા ઉછળી શકે છે.
ઈનકોઈસ સંસ્થા દ્વારા આ એલર્ટમાં જણાવાયું છે કે, ૨૫ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ગીર સોમનાથ જિલ્લાના દરિયાકિનારે ૩.૦ થી ૩.૫ મીટરની ઊંચાઈના મોજા ઉછળવાની શક્યતા છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને દરિયાઈ પ્રવૃત્તિઓ અને દરિયાકિનારા નજીક જતી વ્યક્તિઓ માટે જોખમ ઉભું થઈ શકે છે.
જિલ્લા આપત્તી વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા સંભવિત જોખમને ધ્યાનમાં લઈ અને વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર અને ઉના સહિતના માછીમારોને અને દરિયાઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને આ સમયગાળા દરમિયાન દરિયો ખેડવાથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે તેમજ દરિયાકિનારાના વિસ્તારોમાં લોકોને પ્રવેશ ન કરવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ