મર્ડરના ગુન્હામાં જુનાગઢ જેલ ખાતે સજા ભોગવતો અને છેલ્લા બે વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર કેદીને પકડી પાડતી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ, ગીર સોમનાથ
ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ ઇ.ચા.પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ એ જીલ્લામાં પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર કેદી/આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હતી. જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ.એમ.વી.પટ
મર્ડરના ગુન્હામાં જુનાગઢ જેલ ખાતે સજા ભોગવતો અને છેલ્લા બે વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર કેદીને પકડી પાડતી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ, ગીર સોમનાથ


ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ ઇ.ચા.પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ એ જીલ્લામાં પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર કેદી/આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હતી.

જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ.એમ.વી.પટેલ તથા પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. કમલેશભાઇ પીઠીયા તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. ઉદયસિંહ સોલંકી તથા પો.કોન્સ. રવિરાજસિંહ બારડ નાઓના હ્રયુમન સોર્સીસ તથા એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. ભુપેન્દ્રસિંહ ચાવડા ના ટેકનિકલ એનાલીસીસ આધારે કોડીનાર પો.સ્ટે. ગુ.ર.નં.૧૩૨૯/૨૦૨૪ આઇ.પી.સી.કલમ ૩૦૨, ૩૪, જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુન્હાના કામે જુનાગઢ જીલ્લા ખાતે સજા ભોગવતા કેદીને તા.૦૬/૧૦/૨૦૨૩ ના રોજ વચગાળાના જામીન પર દિન-૦૭ માટે મુકત હોય, જે તા.૧૪/૧૦/૨૦૨૩ ના રોજ જુનાગઢ જીલ્લા જેલ ખાતે હાજર થવાના બદલે આજદિન સુધી ફરાર હોય, જેને વડોદરા ખાતેથી પકડી પાડી જુનાગઢ જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande