ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.)
સુત્રાપાડા મુકામે આવેલ પ્રાચીન બિરાજમાન આદ્યશક્તિ શ્રી નવદુર્ગા માતાજી સંચાલિત દેવાધી દેવ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસો તથા અમાસના પાવન અવસરે વિશેષ કૈલાસ શ્રૃંગાર દર્શન યોજાયા હતા.
મહાદેવના આ અલૌકિક શ્રૃંગારના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવેલી. વિશેષ આરતી અને ભક્તિગીતો સાથે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ