તાલાલા પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુનાના કામે, છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,
ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ ઇ.ચા.પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ નાઓએ જીલ્લામાં ગુનો આચરી નાસતા ફરતા તમામ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને, જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ.એમ.વી. પટેલ ત
તાલાલા પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુનાના કામે, છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,


ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.)

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ ઇ.ચા.પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ નાઓએ જીલ્લામાં ગુનો આચરી નાસતા ફરતા તમામ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને,

જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ.એમ.વી. પટેલ તથા પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ નાઓના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. લાલજીભાઇ બાંભણિયા તથા એ.એસ.આઇ.નરેન્દ્રભાઇ કછોટ નાઓના હ્રયુમન સોર્સીસ આધારે તાલાલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૭૨૪૦૭૨૨/૨૦૨૪ આઇ.પી.સી.કલમ ૩૮૦, ૩૫૪, ૪૫૭, ૫૧૧ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો નીચે જણાવેલ વિગત મુજબના આરોપીને સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા ચોકડી પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડેલ નાસતો ફરતો આરોપી

વિલાસભાઇ ઉર્ફે વિશાલ ચતુરભાઇ ચેખલીયા, ઉ.વ.૩૫, ધંધો મજુરી રહે. ભગવાન પરા, તા.જી. બોટાદ

આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ

એલ.સી.બી. પો.ઇન્સ.એમ.વી.પટેલ તથા પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ. લાલજીભાઇ બાંભણિયા તથા એ.અસ.આઇ. નરેન્દ્રભાઈ કછોટ તથા એ.અસ.આઇ ભુપેન્દ્રસિંહ ચાવડા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande