ગીર સોમનાથ 15 ઓગસ્ટ (હિ.સ.)
ઉના શહેરમાં આવેલ વોર્ડ નં.1માંઆવતા ખોડિયાર નગર વિસ્તારના 70 વર્ષની* ઉપરના વડીલો તથા સરકારશ્રી NFSA વય વંદના કાર્ડ રજીસ્ટ્રેશન તથા વિતરનો એક કેમ્પ ખોડિયાર નગરમાં આવેલ કોળી જ્ઞાતિના ચોરામાં યોજાયો હતો.ઉનાના કાર્યશીલ ધારાસભ્ય કાળુ રાઠોડ દ્વારા થયેલ આ પ્રસંશનીય કામગીરીમાં આ વિસ્તારના 40થી વધુ કાર્ડનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉના નગરપાલિકાના કારોબારી ચેરમેન ધીરુભાઈ છગ, નગરપાલિકાના સદસ્ય રામજીભાઈ વાજા, શહેર ભાજપ મહામંત્રીકાંતિભાઈ છગ, કિરીટભાઈ વાજા, ખોડિયાર નગર વિસ્તારના યુવા આગેવાન ભાવેશભાઈ વાજા તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ, અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ