ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે સિંધી સમાજના પવિત્ર એવા ચાલીસા મહોત્સવની ભક્તિમય વાતાવરણમાં પૂર્ણા હુતી થઈ હતી સમગ્ર દિવસ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમ બાદ સાંજે જ્યોત પ્રવાહ કરી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
વેરાવળમાં સિંધી સમાજના ઇષ્ટદેવ એવા જુલેલાલ ભગવાનના સાલીસા મહોત્સવની સતત ચાલી દિવસ સુધી ભક્તિમય વાતાવરણમાં ઉજવણી થઈ હતી દરિયામાં 40 દિવસ સુધી જુલેલાલ મંદિર ખાતે રાત્રિ દરમિયાન પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરરોજ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા ત્યારબાદ ગઈકાલે ચાલીસા મહોત્સવના અંતિમ દિવસે સવારે જૂલેલાલ મંદિર સોમનાથ સોસાયટી થી યાત્રા યોજી દરિયાદેવ સોસાયટી ખાતે દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરે સ્વામી લીલાશાહ ભવન ખાતે સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે શહેરના મુખ્ય માર્ગો પરથી સૌથી 100વધુ મટકી અને 50 થી વધુ કાર સાથે ડીજેના તાલ સાથે શોભાયાત્રા નીકળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ