ગીર સોમનાથ, 25 ઓગસ્ટ (હિ.સ.) આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખામાંથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના ડાયરેક્ટર તુષારભાઈ ઠક્કર ઈન્ડિયન રેડક્રોસ સુત્રાપાડા તાલુકા શાખા બ્રાન્ચની મુલાકાતે ઈન્ડિયન રેડક્રોસ સુત્રાપાડા તાલુકા શાખાના ચેરમેન અજયભાઈ બારડ દ્વારા પુષ્પગુચ્છ તથા સાલ આપીને સન્માન કર્યું ત્યારબાદ અતિભારે વરસાદને કારણે સુત્રાપાડા તથા આજુબાજુના વિસ્તારના ગામડાઓની મુલાકાત નિરિક્ષણ અને અસરગ્રસ્ત લોકોને જરૂરી રાહતસામગ્રી માટે આસવાસન આપ્યું હતું, તે દરમિયાન જસદણ તાલુકા શાખા ના સેકટરી યતિન્દ્રભાઈ શિલુ સાથે હાજર રહ્યા હતા તેમજ ઈન્ડિયન રેડક્રોસ સુત્રાપાડા તાલુકા શાખાના સભ્યો કૈલાશભાઈ રામ,રાસીદભાઈ મલેક,રામભાઈ વણવી,અફઝલ મલેક, હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ