ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.) તાલાળા હીરણ નદીના કાંઠે આવેલ પવિત્ર શ્રીબાઈ માતાજીના પાવન પરિષદમાં, આજથી તેર દિવસની અખંડ રામધૂન શરૂ કરવામાં આવી છે પૂજ્ય પ્રેમભિક્ષુક મહારાજની પ્રેરણા અને બિહારી બાપુના આશીર્વાદથી રામ પ્રેમીઓ 13 દિવસ અખંડ રામધૂનમાં ધૂનનું શક્તિ કીર્તન કરશે.
તે દિવસે ધૂનના આ કાર્યક્રમ દરમિયાન 27 તારીખના ગણેશ ચતુર્થી ઉજવાશે તારી 31 ના રાધા અષ્ટમી ઉજવાશે તારીખ 3 સપ્ટેમ્બરના સદગુરુ કાશ્મીરી બાપુની પુણ્યતિથિ ઉજવાય છે પાંચ સપ્ટેમ્બરના ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે, ગુરુપૂજનના કાર્યકર બાદ અખંડ ધૂન વિરામ પામશે સમસ્ત પ્રજાપતિ સમાજના આસ્થાના કેન્દ્ર એવા તાલાળા શ્રી બાર ધામની, દેશ વિદેશમાં ખ્યાતિ હોય દર વર્ષે હજારો શ્રદ્ધાઓ શ્રી બાઈ માતાજીના દર્શન કરવા આવે છે તે દિવસની અખંડ રામધૂનમાં તાલાળા ઉપરાંત સૌરાષ્ટ્રના વિવિધ ગામોમાંથી, ધુન મંડળો ભાગ લેવા આવશે.
શ્રી બાઈ ધામના વ્યવસ્થાપક કમિટીના મુકેશભાઈ દેવડીયા નરસિંહભાઈ ચાદેગરા સહિત કમિટી સદસ્ય પ્રજાપતિ સમાજના યુવાનો દ્વારા અખંડ ધૂન અને આગામી કાર્યક્રમોને લઈ આગવા આયોજન સાથે તૈયારીઓ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ