ગોકુલ યુનિવર્સિટી: પૂર્વ સંબંધિત યુવકનો વિદ્યાર્થીની પર હુમલો, યુવતીએ નોંધાવી ફરિયાદ
પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.): સિદ્ધપુરની ગોકુલ યુનિવર્સિટીની લો કોલેજમાં 23 ઓગસ્ટ 2025ના રોજ એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં એલએલબી અભ્યાસ કરતી મહેસાણાની વિદ્યાર્થિની પર તેના પૂર્વ સંબંધ ધરાવતા અમદાવાદના યુવકે હુમલો કર્યો હતો. યુવકે સવારે 10:30 વાગ્યે યુ
ગોકુલ યુનિવર્સિટી: પૂર્વ સંબંધિત યુવકનો વિદ્યાર્થીની પર હુમલો, યુવતીએ નોંધાવી ફરિયાદ


પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.): સિદ્ધપુરની ગોકુલ યુનિવર્સિટીની લો કોલેજમાં 23 ઓગસ્ટ 2025ના રોજ એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં એલએલબી અભ્યાસ કરતી મહેસાણાની વિદ્યાર્થિની પર તેના પૂર્વ સંબંધ ધરાવતા અમદાવાદના યુવકે હુમલો કર્યો હતો. યુવકે સવારે 10:30 વાગ્યે યુનિવર્સિટીની લોબીમાં આવી યુવતીને ફોન ન ઉપાડવા બાબતે ગાળો આપવાનું શરૂ કર્યું અને તેને માર મારતો ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ ગયો હતો.

ગ્રાઉન્ડ ફ્લોર પર તેણે યુવતીના ગાલ પર થપ્પડ મારી હતી અને ત્યારબાદ યુવતીને પુરુષ વોશરૂમમાં ખેંચી ગયો હતો. ત્યાં યુવકે યુવતી સાથે મારઝૂડ કરી અને તેની પર ખરાબ ઈરાદાથી અડપલાં કર્યા હતા. આરોપીએ યુવતી પર પોતાને જોડાવા માટે દબાણ કર્યું અને જ્યારે યુવતીએ ઈનકાર કર્યો ત્યારે ફોનમાં રહેલા બંનેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી. યુવતીએ સમગ્ર ઘટના અંગે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 115(2), 296(બી) અને 75(2) હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ઘટના બાદ યુનિવર્સિટીમાં ચકચાર મચી ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande