વલસાડ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકાના 96 ગામના સંરપંચો અને તલાટી કમ મંત્રીઓની બેઠક યોજાઈ
વલસાડ, 25 ઓગસ્ટ (હિ.સ.)- પારડી તાલુકાના તરમાલિયા ખાડી પર કાર તણાઈ જવાની દુર્ઘટનામાં મહિલા શિક્ષકા અને તેની સાત વર્ષની દીકરીના મોત બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવી દુઃખદ દુર્ઘટના ફરી ન થાય તે માટે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. વલસાડ પ્રાંત
Sarpanches


વલસાડ, 25 ઓગસ્ટ (હિ.સ.)- પારડી તાલુકાના તરમાલિયા ખાડી પર કાર તણાઈ જવાની દુર્ઘટનામાં મહિલા શિક્ષકા અને તેની સાત વર્ષની દીકરીના મોત બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવી દુઃખદ દુર્ઘટના ફરી ન થાય તે માટે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલના અધ્યક્ષસ્થાને પણ વલસાડ તાલુકાના ૯૬ ગામના સંરપંચો, તલાટી કમ મંત્રીઓ અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે તાલુકા પંચાયત વલસાડ ખાતે એક તાકીદની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, પારડી તાલુકાની તરમાલિયા ખાડીમાં થયેલ દુઃખદ ઘટના વલસાડ તાલુકામાં ન બને તે માટે સૌ એ સજાગ રહીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતગર્ત ઓવર ટોપિંગ રસ્તા, કોઝવે, પુલો બાબતે સાવચેતી રાખવાની રહેશે. તેમણે ઉપસ્થિત સંરપંચો અને તલાટી કમ મંત્રીઓને તેમના ગામમાં જે કંઈપણ નાની મોટી ઘટના બને તેની જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને અચૂક જાણકારી આપવા અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહેવા જણાવ્યું હતું કે જેથી આવી દુઃખદ ઘટનાઓ ન ઘટે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે અનુસાર જ્યારે કોઈપણ નાના મોટા બ્રીજ પરથી વરસાદી પાણી વહેતું હોય ત્યારે આ બ્રિજ ઉપરથી ખોટું સાહસ કરીને પોતના વાહનો કે પોતે ચાલીને અંદર ઉતરી બ્રિજ પર કરવો ન જોઈએ. આગામી ગણપતિ ઉત્સવને ધ્યાનમાં રાખી વિસર્જન વખતે જરૂરી સાવચેતીના પગલાં લેવા માટે બેઠકમાં ઉપસ્થિત સંરપંચો અને તલાટીઓને જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande