મહેસાણા, 25 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી કચેરી દ્વારા પસંદગીના વાહન નંબરની ફાળવણી માટે ઓનલાઈન ઓક્શન યોજાશે. ઈચ્છુક વાહન માલિકો તા. 01.09.2025 સાંજે 4 વાગ્યાથી 03.09.2025 બપોરે 3:59 સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારબાદ 03.09.2025 સાંજે 4 વાગ્યાથી 05.09.2025 સાંજે 4 વાગ્યા સુધી બિડિંગ પ્રક્રિયા ખુલ્લી રહેશે. અરજદારે CNA ફોર્મ 7 દિવસની અંદર જમા કરાવવાનું રહેશે તથા હરાજી પુર્ણ થયા બાદ 5 દિવસની અંદર નાણાં જમા કરાવવાના રહેશે.
ગોલ્ડન નંબર જેમ કે 1, 7, 9, 11, 111, 9999 તથા સિલ્વર નંબર જેમ કે 123, 222, 1001, 1818, 8000 સહિતના પસંદગીના નંબરો ઉપલબ્ધ રહેશે. અરજદારો http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરીને ઓક્શનમાં ભાગ લઈ શકશે
.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR