સુરત, 25 ઓગસ્ટ (હિ.સ.)-જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત આગામી તા.૨૯ થી તા.31 ઓગસ્ટ ત્રણ દિવસ દરમિયાન શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે, જેમાં તા.31 ઓગસ્ટના રોજ ‘ફીટ ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત સાઈકલ રેલી યોજાશે. જેના અનુસંધાને વિવિધ કચેરીઓ, સંસ્થાઓ દ્વારા જાહેર જનતા સુધી રમતોનું મહત્વ તથા શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવતો સંદેશો પહોચાડવાના હેતુથી વહેલી સવારે ‘સન્ડે ઓન સાઈકલ’ રેલી યોજાઈ હતી. નાણાવટી મેક્સ હોસ્પિટલથી થઈ સોસીયો સર્કલ, નવજીવન સર્કલ, વાય જંકશન થઈ આ રૂટ પરથી વાઈટ વિંગ્સ ઝેનોન સુધી આયોજિત સાઈકલોથોનમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, આર્થિક ગુના નિવારણ શાખાના ના.પો.કમિ. ડૉ. કરણરાજ વાઘેલા, ના.પો.કમિ. (ઝોન-4) ડો. નિધિ ઠાકુર, સાયબર સેલના ના.પો.કમિ. વિશાખા જૈન, મ.પો.કમિ.(પો.મુ.મથક(તાલીમ સુરત શહેર) એમ.કે. રાણા સહિત 500 જેટલા અધિકારી- કર્મચારીઓ જોડાયા હતા. સાયકલ ચલાવવાના અગણિત ફાયદા વિષે સમજ અપાઈ હતી.
આ ઉપરાંત, ના.પો.કમિ. (પોલીસ મુખ્ય મથક અને એડમિન.) ભક્તિબા ડાભીની દોરવણી હેઠળ ‘ફિટનેસ કી ડોઝ , આધા ઘંટા રોજ થીમ સાથે સવારે 7.00 વાગ્યે પોલીસ મુખ્ય મથક સ્થિત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે યોગાભ્યાસ, ઝૂંબા અને રોપ સ્કિપિંગનું આયોજન કરાયું હતું. જેમાં 100 જેટલા અધિકારી- કર્મચારીઓ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે