પોરબંદર,25 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામા પાંચ સ્થળોએ જુગારના દરોડા પાડવામા આવ્યા હતા રાણાવાવ તાલુકાના અમરદળ ગામે ચાલતા જુગાર પર પોલીસે દરોડો પડી જુગાર રમી રહેલા ભરત જેસા ભોગેસરા, દિનેશ જગદિશ કોટેચા,મનદીપ રાજેશ સુચક, અને દીલીપ કરશન કુછડીયાને ઝડપી લઈ સ્થળ પરથી રૂ.15,800નો મુદમાલ કબ્જે કર્યો હતો અન્ય એક બનાવ કુતિયાણાના હામદપરા ગામે જાહેરમા સ્ટ્રીટ લાઇટના અંજવાળે ચાલતા જુગાર પર પોલીસ દરોડો પાડી જુગાર રમી રહેલા દુદા રાજા ઓડેદરા, કેશુ વિરમ મોડેદરા,કાના દુદા ઓડેદરા, સુમીત દેવા દાસાને ઝડપી લઇ સ્થળ પરથી રૂ.10,300નો મુદામાલ કબ્જે કર્યો હતો,કુતિયાણાના રોઘડા ગામે સ્ટ્રીટ લાઇટના અંજવાળે ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા અશોક કરશન રાઠોડ, રોનક અરવિંદ ચાવડા, કલ્પેશ વરજાંગ કુવાડીયા, દિનેશ નથુ રાઠોડ, રામ ધેલા કુવાડીયા અને જીણા નાથા બારીયાને ઝડપી લઈ સ્થળ પરથી રૂ.10670નો મુદામાલ કબ્જે કર્યો હતો પોરબંદરના મોઢવાડા ગામે જાહેરમા ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા રાજશી ઉર્ફે ભીખુ કારા મોઢવાડીયા, કારા અરભમ મોઢવાડીયા અને શબીર ઈકબાલ મકવાણાને ઝડપી લઇ સ્થળ પરથી રૂ.11,350નો મુદામાલ કબ્જે કર્યો હતો પોરબંદરના ફટાણા ગામે જાહેરમા સ્ટ્રીટ લાઈટના અંજવાળે ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા સામત સોમા બથવાર,મસરી કરશન બથવાર, હિતેષ લાખા સાદીયા,સામત માલદે બથવાર અને વિરમ અરજન બથવારને ઝડપી લઇ સ્થળ પરથી રૂ.11,030ના મુદામાલ કબ્જે કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya