પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના નરસંગટેકરી નજીક પારસનગર વિસ્તારમાં રહેતો અને ઈલેકટ્રીક કામ કરતો તસ્લીમ સલીમભાઈ મન્સુરી નામનો યુવાન મહાનગરપાલિકાના ઇલેકટ્રીક વિભાગમા પોતાના ઘર પાસે સ્ટ્રીટ લાઇટ નાંખવા માટે રજુઆત કરવા માટે ગયો હતો તે દરમ્યાન ઈલેકટ્રીક વિભાગના કર્મચારી કિશોરે તેમની સાથે બોલાચાલી કરી હતી અને ત્યાર બાદ લોખંડના પાઇપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે કમલાબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya