ખાંભોદર ગામે થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલતી પોરબંદર પોલીસ.
પોરબંદર,25 ઓગસ્ટ (હિ.સ.)પ્રેમ સંબધમા અનેક ઘર પરિવારો બરબાદ થયા છે તેમા પરિણત લોકોનો પ્રેમ સંબંધનો મોટાભાગે કરૂણ અંજામ આવતો હોય છે આવી જ ઘટના પોરબંદરના ખાંભોદર ગામે બની હતી પરપ્રાંતિય શખ્સે પત્નિના પ્રેમ સંબધની શંકા રાખી પત્નિની તિક્ષ્ણ હથિયારના ઘા ઝી
ખાંભોદર ગામે થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલતી પોરબંદર પોલીસ.


ખાંભોદર ગામે થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલતી પોરબંદર પોલીસ.


ખાંભોદર ગામે થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલતી પોરબંદર પોલીસ.


પોરબંદર,25 ઓગસ્ટ (હિ.સ.)પ્રેમ સંબધમા અનેક ઘર પરિવારો બરબાદ થયા છે તેમા પરિણત લોકોનો પ્રેમ સંબંધનો મોટાભાગે કરૂણ અંજામ આવતો હોય છે આવી જ ઘટના પોરબંદરના ખાંભોદર ગામે બની હતી પરપ્રાંતિય શખ્સે પત્નિના પ્રેમ સંબધની શંકા રાખી પત્નિની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી હતી હત્યારો પતિ પોલીસના સંકજામા આવી ગયા બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે.

મુળ મધ્યપ્રદેશનો આવલી ગામના મુકેશ જગતસિંહ અલાવા નામના યુવાને મધ્યપ્રદેશમા જ ભગવતી નામની યુવતિ સાથે આજથી પાંચ -છ માસ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા અને તે પોરબંદરના બરડા વિસ્તારના રોઝડા તેમજ આસપાસના ગામોમા આવ્યો હતો અને બંને મજુરીકામ કરતા હતા પરંતુ ગત તા. 21 ઓગસ્ટના રોજ બન્ને રોઝડા ગામથી ખાંભોદર ગામે ખીમાભાઇ ગોઢાણીયાની વાડી ખાતે મજુરી કામે આવ્યા હતા અને તા.22 ઓગસ્ટને ગુરૂવારના રોજ રાત્રીના મુકેશ તેમની પત્નિ ભગવતીને ખાટલા પર સુતી હતી.તે દરમ્યાન તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધી હતી હત્યા કર્યા બાદ મુકેશ નાશી છુટયો હતો આ બનાવ અંગે બગવદર પોલીસ સ્ટેશનમા હત્યાનો ગુન્હો નોધવામા આવ્યો હતો અને નાશી છુટેલા મુકેશને ઝડપી લેવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી સીસી ટીવી કેમેરા હ્યુમન સોર્સની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી હતી આ દરમ્યાન આરોપી મેંદરડાના દેવગઢ ગામે હોવાની બાતમી એલસીબીને મળી હતી જેના આધારે પોલીસે મુકેશને ઝડપી લીધો હતો.પોલીસે આરોપી મુકેશ અલાવાની પુછપરછ કરતા તેમણે એવુ જણાવ્યુ હતુ કે તેમની પત્નિ ભગવતીને પ્રેમ સંબંધ હતો આ બાબતે બન્ને અવારનવાર ઝઘડા થતા હતા મુકેશને એવી શંકા હતી કે તેમની પત્નિને એક રીક્ષા ચાલક સાથે પ્રેમ થયો હતો આથી કંટાળી અને તેમણે ભગવતીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા નીપજાવી હતી હાલ તો પોલીસે હત્યામા ઉપયોગમા લેવામા આવેલા હથિયાર કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande