સરદારધામ ફેઝ 2 કન્યા છાત્રાલય 3 હજાર દીકરીઓ માટે લોકાર્પણ કરાયું
200 કરોડના ખર્ચે નિર્મિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું લોકાર્પણ ત્રણ ટી ઉપર ભાર આપવા ગગજી સુતરીયાએ હાંકલ કરી ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિ અને ટ્રસ્ટીઓ કાર્યક્રમના સહભાગી થયા હતા ભરૂચ 25 ઓગસ્ટ (હિ.સ.)
સરદારધામ ફેઝ 2 કન્યા છાત્રાલય 3 હજાર દીકરીઓ માટે લોકાર્પણ કરાયું


સરદારધામ ફેઝ 2 કન્યા છાત્રાલય 3 હજાર દીકરીઓ માટે લોકાર્પણ કરાયું


સરદારધામ ફેઝ 2 કન્યા છાત્રાલય 3 હજાર દીકરીઓ માટે લોકાર્પણ કરાયું


સરદારધામ ફેઝ 2 કન્યા છાત્રાલય 3 હજાર દીકરીઓ માટે લોકાર્પણ કરાયું


સરદારધામ ફેઝ 2 કન્યા છાત્રાલય 3 હજાર દીકરીઓ માટે લોકાર્પણ કરાયું


200 કરોડના ખર્ચે નિર્મિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું લોકાર્પણ

ત્રણ ટી ઉપર ભાર આપવા ગગજી સુતરીયાએ હાંકલ કરી

ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિ અને ટ્રસ્ટીઓ કાર્યક્રમના સહભાગી થયા હતા

ભરૂચ 25 ઓગસ્ટ (હિ.સ.)

અમદાવાદ ખાતે સરદારધામ સંચાલિત શકરીબેન ડાહ્યાભાઈ પટેલ સંકુલ 200 કરોડના ખર્ચે નિર્મિત 3000 દિકરીઓનું ફેઝ-2 કન્યા છાત્રાલયનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવતા તેમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિ પાટીદારોએ પણ હાજરી આપી કાર્યક્રમના સહભાગી થયા હતા.સરદારધામ સંચાલિત શકરીબેન ડાહ્યાભાઈ પટેલ સંકુલ 200 કરોડના ખર્ચે નિર્મિત 3000 દિકરીઓનું ફેઝ-2 કન્યા છાત્રાલયનું ભવ્ય લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું હતું.

આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદસભ્યો, ધારાસભ્યો તેમજ સમાજ અગ્રણી, તેમજ બિઝનેસમેન બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવનિર્મિત આ સંકુલમાં સમાજની 3000 દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ સાથે રહેઠાણની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થશે. સરદારધામ સંસ્થાએ કુલ 10,000 દીકરા-દીકરીઓ અભ્યાસ કરી શકે તેવું વિશ્વસ્તરીય છાત્રાલય વિકસાવવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. સરદાર સાહેબની 150મી જન્મજયંતીના પાવન અવસર પર આ અદભૂત કાર્ય સાકાર થયું છે જેમાં દાતાઓનું સિંહફાળો રહ્યો છે .

આ તકે પ્રમુખ સેવક ગગજી સુતરીયાએ જણાવ્યું કે દેશમાં 1857 જેવો વિપ્લવ કરવાનો સમય આવી ગયો છે. હું આજથી જ મારી આ પેન અને ગાડીનો બહિષ્કાર કરું છું. મેક ઇન ઇન્ડિયા સ્વદેશી આંદોલન આપણા દેશને મજબૂતી આપનારું છે. આજના વિશ્વની જે અસ્થિરતા છે તેમાં ભારત માટે ઉત્તમ માર્ગ છે આત્માનિર્ભર બનવાનો .મેક ઇન્ડિયા માટે ઉત્સાહ વધવો જોઈએ. આપણે નક્કી કરવું જોઈએ કે પરિવારમાં ઘરમાં એકપણ વિદેશી ચીજ નહીં રાખીએ. એકવાર ભારતીય ચીજ ખરીદશો એટલે ક્વોલિટીમાં સુધારો થશે આપણો રૂપિયો બહાર ન જવો જોઈએ.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ મારફતે દીકરીઓના કલ્યાણ માટે સરકારના અભિયાનો અને પ્રોત્સાહક કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ‘કન્યા કેળવણી’ પહેલ અને નવી શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા તથા સ્વદેશી અપનાવી આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સૌને પ્રેરણા આપી હતી.

અમિત શાહે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના કન્યા કેળવણી અભિયાનમાં પાટીદાર સમાજના બહુમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. જે સમાજ દીકરીને શિક્ષિત કરે પગભર બનાવે તે સમાજ સૌથી પહેલા વિકાસ કરે છે. પાટીદાર સમાજએ પુરુષાર્થની પરાકાષ્ઠા સર્જીને ઉદ્યોગ ,વ્યાપાર, સરકારી સેવા ,જાહેર કાર્યો વિદેશ ગમન એમ દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યો છે. પાટીદાર સમાજના દાતાઓ એકવાર સંકલ્પ લેતો કોઈ પણ મોટા પ્રોજેક્ટને પાર પાડે છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ આ કન્યા છાત્રાલય છે.આ સાથે જ સમાજ કલ્યાણના કાર્યમાં અવિરત સેવા આપતા દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કન્યા છાત્રાલય સમસ્ત પાટીદાર સમાજની દીકરીઓ માટે ઉજવળ ભવિષ્યનો આધાર છે .સરકારના પ્રયાસોમાં સમાજનો સાથ મળવાથી વિકાસની ગતિ બમણી થાય છે. સરદારધામ જેવી સંસ્થાઓ યુવાનોને શિક્ષિત સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયાસરત છે. સરદાર સાહેબના નારી સશક્તિકરણના વિચારોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપીને સાકાર કર્યા છે .સરદારધામ કન્યા છાત્રાલયના બીજા તબક્કાનું લોકાર્પણએ સામાજિક સહકારથી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટેનો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande