પોરબંદર સરસમેળામાં મકાઈ અને લાકડાથી બનેલા અનોખા હસ્તકલાનાં આકર્ષણ.
પોરબંદર,25 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા પોરબંદર ચોપાટી મેદાન ખાતેપોરબંદર સરસ મેળો – 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો મહિલાઓના સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને પરંપરાગત હસ્તકલાના પ્રોત્સાહન માટે રાજ
પોરબંદર સરસમેળામાં મકાઈ અને લાકડાથી બનેલા અનોખા હસ્તકલાનાં આકર્ષણ.


પોરબંદર સરસમેળામાં મકાઈ અને લાકડાથી બનેલા અનોખા હસ્તકલાનાં આકર્ષણ.


પોરબંદર સરસમેળામાં મકાઈ અને લાકડાથી બનેલા અનોખા હસ્તકલાનાં આકર્ષણ.


પોરબંદર સરસમેળામાં મકાઈ અને લાકડાથી બનેલા અનોખા હસ્તકલાનાં આકર્ષણ.


પોરબંદર,25 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા પોરબંદર ચોપાટી મેદાન ખાતેપોરબંદર સરસ મેળો – 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો મહિલાઓના સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને પરંપરાગત હસ્તકલાના પ્રોત્સાહન માટે રાજ્ય સરકારના પ્રયત્નોને બળ આપી રહ્યો છે.

સરસ મેળામાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી મહિલાઓને પોતાના ઉત્પાદનો રજૂ કરવાની અને વેચાણ કરવાની તક આપવામાં આવી રહી છે. આ મેળાના માધ્યમથી મહિલાઓને પોતાના પરિશ્રમનું યોગ્ય મૂલ્ય મળે છે તેમજ તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

અમદાવાદ જિલ્લાના સાઇકૃપા સખી મંડળ સાથે સંકળાયેલા તારાબેગમ બહેને પણ પોરબંદર સરસ મેળામાં સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. તારાબેગમ તથા તેમની મંડળની બહેનો મકાઈ અને લાકડા જેવી સામગ્રીમાંથી લાકડાના ફૂલ અને ઘર સુશોભનની વસ્તુઓ તૈયાર કરે છે. તેમના આ હસ્તકલા ઉત્પાદનોને પોરબંદરના લોકો તરફથી વિશાળ પ્રતિસાદ મળી રહ્યો છે.તારાબેગમ બહેન જણાવે છે કે સરકારના માર્ગદર્શન, દિશા સૂચન અને સખી મંડળ દ્વારા મળેલા સહકારને કારણે તેઓ આજે આત્મનિર્ભર બન્યા છે. પોરબંદર સરસ મેળામાં મળેલા સ્ટોલ, રહેવા અને જમવાની સુવિધાઓને કારણે તેમના વ્યવસાયમાં વૃદ્ધિ થઈ છે તથા આર્થિક રીતે લાભ મળી રહ્યો છે. આ સરસ મેળો મહિલા સશક્તિકરણના સરકારના હેતુને સાકાર કરવાનો જીવંત ઉદાહરણ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande