72 બોટલ દારૂ 92 હજાર અને રીક્ષા બે 1.15 લાખ મળી કુલ 2.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
બન્ને રીક્ષા ચાલકોને ઝડપી તે વિદેશી દારૂ ક્યાંથી લાવ્યા અને ક્યાં પોચાડવાના હતા તેની કરી રહી છે તપાસ
નેત્રંગ વાલિયા અંકલેશ્વર માર્ગ દારૂની હેરફેર માટે વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે
ભરૂચ 25 ઓગસ્ટ (હિ.સ.)
વાલિયા પોલીસે બાતમીના આધારે નેત્રંગથી અંકલેશ્વર વાળા રસ્તે બે રીક્ષા ચાલકોને ચંદેરીયાથી પકડીને તેમાંથી વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા છે.
વાલિયા પોલીસ મથકનો સ્ટાફ ચંદેરીયા બાજુ પેટ્રોલીંગમાં હતો તે અરસામાં સંજય સુખદેવ પોલીસના બાતમીદારથી બાતમી મળેલ કે'બે થ્રી વ્હીલર રીક્ષા નંબર GJ-16-Y-4535 અને રીક્ષા નંબર GJ-16-W-0079માં થેલાઓમા ઇંગ્લીશ દારૂની બોટલો લઇને નેત્રંગ તાલુકાના ચીકલોટા ગામ તરફથી વાલિયા તરફ જઈ રહ્યા છે. આ બાતમી આધારે ચંદેરીયા ગામના બસ સ્ટેશનથી થોડે આગળ વાલિયા પોલીસના ટીમના માણસો વોચમાં હતા તે દરમ્યાન બાતમી મુજબની રીક્ષાઓ આવતા હાથથી ઇશારો કરી ઉભી રખાવી બન્ને રીક્ષાઓમા તપાસ કરતા બન્ને રીક્ષાઓમાંથી કુલ ચાર બેગ મળી આવેલ હતી. બેગો ખોલી જોતા તેમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની 750 મી.લી.ની બોટલ નંગ-72 ની 92 હજાર તથા બન્ને રીક્ષાઓ 1.12 લાખ તથા મોબાઇલ નંગ-2 5500 રૂપિયા મળી કુલ 2.12 લાખનો મુદામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી આબ્દુલઅકરમ અબદુલલતીફ શેખ ઉં.વ.34 હાલ રહે.ઠાંગરાવાડ, મસ્જીદ પાસે, ભરૂચ, મુળ રહે.સિંધીવાડ, રાજપીપળા, તા.નાંદોદ જી.નર્મદા.બીજો સદ્દામહુસેન રહેમાન શેખ ઉં.વ.32 હાલ રહે.જમાઇ મોહલ્લો, સબજેલની પાછળ, અંકલેશ્વર તા.અંકલેશ્વર જી.ભરૂચ, મુળ રહે.મોટુ ફળીયુ, વજીરીયા તા.તિલકવાડા જી.નર્મદા. વિરૂધ્ધ વાલિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહી એકટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ