અકીક પથ્થરની હસ્તકલાથી ઉષાબેન પટેલે પોરબંદર સરસ મેળામાં કલા પ્રેમીઓને આકર્ષ્યા.
પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા પોરબંદર ચોપાટી માદાન ખાતે સરસમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સરસમેળા દ્વારા મહિલાઓને તેમની હસ્તકલા, ઘરેલુ ઉદ્યોગ અને પરંપરાગત કારીગરીને પ્રદર્શિત કરવાની તેમ
અકીક પથ્થરની હસ્તકલાથી ઉષાબેન પટેલે પોરબંદર સરસ મેળામાં કલા પ્રેમીઓને આકર્ષ્યા.


અકીક પથ્થરની હસ્તકલાથી ઉષાબેન પટેલે પોરબંદર સરસ મેળામાં કલા પ્રેમીઓને આકર્ષ્યા.


અકીક પથ્થરની હસ્તકલાથી ઉષાબેન પટેલે પોરબંદર સરસ મેળામાં કલા પ્રેમીઓને આકર્ષ્યા.


પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા પોરબંદર ચોપાટી માદાન ખાતે સરસમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સરસમેળા દ્વારા મહિલાઓને તેમની હસ્તકલા, ઘરેલુ ઉદ્યોગ અને પરંપરાગત કારીગરીને પ્રદર્શિત કરવાની તેમજ વેચાણની તક પ્રાપ્ત થઈ રહી છે, જેનાથી મહિલા સશક્તિકરણને વેગ મળી રહ્યો છે.

પોરબંદર ખાતે યોજાયેલા આ સરસ મેળામાં ખેડા જિલ્લાના વસો ગામના ઉષાબેન પટેલ પણ પોતાની સખીમંડળની ટીમ સાથે જોડાયા છે. આશરે છેલ્લા 15 વર્ષથી આહદ સખી મંડળ સાથે સક્રિય રીતે જોડાયેલા ઉષાબેન અકીકના પથ્થરથી બનાવાતી વિવિધ હસ્તકલા કૃતિઓ જેવા કે ઝાડ, કિચન અને ઘર શોભન સામગ્રી, તોરણ, પટ્ટા વગેરેનું નિર્માણ કરી સરસ મેળામાં વેચાણ કરી રહ્યા છે અને પોરબંદર સરસમેળામાં જિલ્લાના કલા પ્રેમી લોકોએ આકર્ષી રહ્યા છે.ઉષાબેન જણાવે છે કે સખી મંડળમાં જોડાયા બાદ યોગ્ય તાલીમ અને માર્ગદર્શનથી તેમને આ ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા મળી છે. રાજ્યભરમાં જ્યાં સરસ મેળા યોજાય છે ત્યાં સરકારશ્રી દ્વારા સખીમંડળની બહેનોને સ્ટોલ ફાળવવામાં આવે છે, જેના કારણે તેઓ આર્થિક રીતે સક્ષમ બનવા સાથે આત્મનિર્ભરતા તરફ આગળ વધ્યા છે.પોરબંદર ખાતે યોજાયેલા સરસ મેળામાં પણ તેમને સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો. સ્ટોલ સાથે રહેવા-જમવાની સુવિધા તથા સતત પ્રોત્સાહન પૂરું પાડવા બદલ ઉષાબેન પટેલે સરકારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande