જામનગરમાં કોર્પોરેશનના પાણીના ટાંકાની દીવાલ તૂટતા દટાયેલા યુવકનું મૃત્યુ
જામનગર, 25 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના શંકરટેકરી વિસ્તારના પાણીના ટાંકાની દીવાલ તૂટી પડતા ત્યાં બેસેલા એક યુવાનને ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યંુ હતું. બીજી તરફ આ દીવાલ શા કા
મોત


જામનગર, 25 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના શંકરટેકરી વિસ્તારના પાણીના ટાંકાની દીવાલ તૂટી પડતા ત્યાં બેસેલા એક યુવાનને ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યંુ હતું. બીજી તરફ આ દીવાલ શા કારણે તૂટી પડી તે અંગે મહાનગરપાલિકાના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા છે. જ્યારે પોલીસે પણ આ બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

જામનગર મહાનગર પાલિકા હસ્તકના શંકરટેકરી પાણીના ટાંકાની દીવાલ ગત શનિવારે એકાએક તૂટી પડી હતી. આ સમયે શંકરટેકરી વિસ્તારમાં રહેતા અયુબભાઈ મામદભાઈ ખફી (ઉ.વ.૪ર) નામનો યુવાન પણ આ દીવાલ પાસે ઓટલા પર બેઠો હતો. જે દીવાલ તેના ઉપર જ પડી હોવાથી ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

મહાનગરપાલીકાના અધિકારીના જણાવ્યા અનુસાર આ દીવાલ ૩૫થી ૪૦ વર્ષ જૂની હતી અને જર્જરીત બની ચૂકી હતી. ત્યારે હવે આ દીવાલ ક્યા કારણોસર તૂટી તે હવે મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે પોલીસ પણ તપાસ ચલાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande