15 સેકન્ડમાં બુલેટનું લોક તોડી ચોર ભાગ્યો, માલિકને 3000થી ઠગ્યો
સુરત,25 ઓગસ્ટ (હિ.સ.)-સુરતના સરથાણા વિસ્તારમાં રોયલ એનફિલ્ડ બુલેટની ચોરીનો ચોંકાવનાર વિડિયો CCTVમાં કેદ થયો છે. ફૂટેજમાં દેખાય છે કે ચોર માત્ર 15 સેકન્ડમાં બાઇકનું લોક તોડી બુલેટ લઈને ફરાર થઈ ગયો. બાઇકના માલિક પાર્થ કુકરિયાએ જણાવ્યું કે 23 જુલાઈએ 1.
Surat


સુરત,25 ઓગસ્ટ (હિ.સ.)-સુરતના સરથાણા વિસ્તારમાં રોયલ એનફિલ્ડ બુલેટની ચોરીનો ચોંકાવનાર વિડિયો CCTVમાં કેદ થયો છે. ફૂટેજમાં દેખાય છે કે ચોર માત્ર 15 સેકન્ડમાં બાઇકનું લોક તોડી બુલેટ લઈને ફરાર થઈ ગયો.

બાઇકના માલિક પાર્થ કુકરિયાએ જણાવ્યું કે 23 જુલાઈએ 1.5 લાખ રૂપિયાની આ બુલેટ ખરીદી હતી અને 6 ઓગસ્ટે સર્વિસિંગ માટે ગેરેજમાં મૂકી હતી. બીજા જ દિવસે સવારે 3:15 વાગ્યે ચોર લોક તોડી બાઇક લઈ ગયો.

ઘટનાના ફક્ત 25 મિનિટ પછી જ આ જ ચોરે બીજી બાઇકનું લોક તોડી ચોરી કરી હતી.

આશ્ચર્યજનક વાત એ છે કે ચોરે બાઇકના માલિકને જ ફોન કરીને કહ્યું કે તેને બાઇકનું સ્થાન ખબર છે. જો તે જાણવા માંગે તો 2500 રૂપિયા ચૂકવવા પડશે. માલિકે UPI દ્વારા 2500 રૂપિયા ચૂકવ્યા. બાદમાં ચોરે વધુ 500 રૂપિયા માંગ્યા અને તે પણ મોકલી દેવાયા. કુલ 3000 રૂપિયા ચૂકવ્યા પછી પણ ચોરે બાઇકનું સ્થાન ન જણાવ્યું અને પોતાનો મોબાઇલ બંધ કરી દીધો.

હાલમાં બાઇક માલિકે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચોર હજુ સુધી પકડાયો નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande