પોરબંદર, 26 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ઈશ્વરીયા ગામે જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના અધારે કુતિયાણા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા અજય મનસુખ ભટ્ટી, નાગેશ ભગવાની ભટ્ટી, નારણ વિરમ મોકરીયા, મુકેશ ભીમજી ભટ્ટી અને સાગર જયેર રાઠોડને જુગાર રમતા ઝડપી લઇ સ્થળ પરથી રૂ.10,450નો મુદામાલ કબ્જે કરી આ શખ્સો સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya