“ચોરાસી કડવા પાટીદાર સમાજમાં આદર્શ વહુઓનું ભવ્ય સન્માન
મહેસાણા, 26 ઓગસ્ટ (હિ.સ.)તાજેતરમાં મહેસાણા ખાતે ચોરાસી કડવા પાટીદાર સમાજ દ્વારા પુત્રવધુ સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સમાજના સંકુલમાં પ્રમુખ કે.કે. પટેલના સાનિધ્યમાં યોજાયેલા આ પ્રસંગે કુલ 209 આદર્શ વહુઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ખ
“ચોરાસી કડવા પાટીદાર સમાજમાં આદર્શ વહુઓનું ભવ્ય સન્માન


“ચોરાસી કડવા પાટીદાર સમાજમાં આદર્શ વહુઓનું ભવ્ય સન્માન


મહેસાણા, 26 ઓગસ્ટ (હિ.સ.)તાજેતરમાં મહેસાણા ખાતે ચોરાસી કડવા પાટીદાર સમાજ દ્વારા પુત્રવધુ સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સમાજના સંકુલમાં પ્રમુખ કે.કે. પટેલના સાનિધ્યમાં યોજાયેલા આ પ્રસંગે કુલ 209 આદર્શ વહુઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને એવી વહુઓને આદર અપાયો કે જેઓ વર્ષોથી પોતાના પિયર અને સાસરી બંને ઘરમાં સમાન પ્રેમ, આદર અને જવાબદારીથી સેવા આપતી આવી છે.

સમાજની આ ઉજવણીમાં દર્શાવવામાં આવ્યું કે કેટલીક વહુઓ માત્ર પોતાના પતિ-પત્ની સુધી મર્યાદિત ન રહી, પરંતુ જોઈન્ટ ફેમિલીમાં સાસુ-સસરા, નણંદ-દેવર અને અન્ય સગા સંબંધીઓની પણ માતૃભાવથી સેવા કરી છે. આવી વહુઓના પરિશ્રમ અને સમર્પણને માન આપવા માટે આ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં 4,000થી વધુ સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ આદરણીય વહુઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પહેલ સમાજમાં વહુઓ પ્રત્યે આદર, એકતા અને સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે

.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande