પોરબંદરના પ્રાદેશિક સરસ મેળામાં બોટાદના સખી મંડળે બે લાખનું વેચાણ કર્યું
પોરબંદર, 26 ઓગસ્ટ (હિ.સ.): બોટાદ જિલ્લાના આફિયા સ્વસહાયજૂથના પૂજાબેન રવિભાઈ ઓગાણીયા દ્વારા પોરબંદરના પ્રાદેશિક સરસ મેળામાં કુલ બે લાખના 10000 નંગ પગલુછનીયાનું વેચાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા સરસ મેળાના માધ્ય
પોરબંદરના પ્રાદેશિક સરસ મેળામાં બોટાદના સખી મંડળે બે લાખનું વેચાણ કર્યું.


પોરબંદર, 26 ઓગસ્ટ (હિ.સ.): બોટાદ જિલ્લાના આફિયા સ્વસહાયજૂથના પૂજાબેન રવિભાઈ ઓગાણીયા દ્વારા પોરબંદરના પ્રાદેશિક સરસ મેળામાં કુલ બે લાખના 10000 નંગ પગલુછનીયાનું વેચાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા સરસ મેળાના માધ્યમ થકી બહેનોને બજારવ્યવસ્થા પૂરી પાડવાનું મહત્વપૂર્ણ આયોજન NRLM યોજના હેઠળ કરવામાં આવ્યું હતું, જેનાથી મહિલા સશક્તિકરણ વેગ મળી રહ્યો છે. મહિલાઓ લાખો રૂપિયાની કમાણી કરીને આર્થિક રીતે સક્ષમ બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande