ભાવનગર ડિવિઝન થઈને ચાલતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રિક્વન્સી 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી
ભાવનગર 26 ઓગસ્ટ (હિ.સ.) યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળ થઈને ચાલતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રીક્વન્સી 31 ડિસેમ્બર 2025 સુધી વધારી દેવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્
ભાવનગર ડિવિઝન થઈને ચાલતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રિક્વન્સી 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી


ભાવનગર 26 ઓગસ્ટ (હિ.સ.) યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળ થઈને ચાલતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રીક્વન્સી 31 ડિસેમ્બર 2025 સુધી વધારી દેવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

1. ટ્રેન નંબર 09211/09212 ગાંધીગ્રામ – બોટાદ - ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]

ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ - બોટાદ સ્પેશિયલ જે અગાઉ 30 સેપ્તેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે.

એ જ રીતે, ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 30 સેપ્તેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે.

2. ટ્રેન નંબર 09216/09215 ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]

ટ્રેન નંબર 09216 ભાવનગર-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 30 સેપ્તેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે.

એ જ રીતે, ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ-ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 30 સેપ્તેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે.

3. ટ્રેન નંબર 09530/09529 ભાવનગર-ધોલા દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]

ટ્રેન નંબર 09530 ભાવનગર-ધોલા સ્પેશિયલ જે અગાઉ 30 સેપ્તેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે.

તેવી જ રીતે, ટ્રેન નંબર 09529 ધોલા-ભાવનગર સ્પેશિયલ જે અગાઉ 30 સેપ્તેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande