જામનગર, 26 ઓગસ્ટ (હિ.સ.): જામનગર સહિત હાલારમાં ફરીથી ભુકંપના આંચકાઓ શરૂ થયા છે ત્યારે બપોરે ૧:૫૯ વાગ્યે લાલપુર પંથકમાં ૩ની તિવ્રતાવાળો ભુકંપનો આંચકો આવતા લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો હતો અને કેટલાક લોકો ઘરની બહાર પણ નિકળી ગયા હતાં.
જાણવા મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રના પેટાળમાં ફરીથી હલચલ વધી ગઇ છે ત્યારે લાલપુરથી ૩૩ કિ.મી. દુર પૂર્વ દક્ષીણ દીશાએ છતર અને જામવાડી વચ્ચે બપોરે ૧:૫૯ વાગ્યે ભુકંપનો આંચકો આવ્યો હતો, આજે ક્ધટ્રોલ રૂમમાં આ અંગે પુછતા ક્ધટ્રોલ રૂમમાં બેસતા અધિકારીને આંચકા અંગેની કોઇ જાણકારી ન હતી, પહેલા ક્ધટ્રોલ રૂમમાં રજીસ્ટરમાં આંચકા અંગે નોંધ થતી હતી, પરંતુ અવારનવાર બદલાતા કર્મચારીઓને કારણે કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમમાંથી યોગ્ય માહિતી મળતી નથી.
લાંબા સમય બાદ લાલપુર પંથકમાં ધરતીકંપનો આંચકો આવતા લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી અને મામલતદાર કચેરીમાં પણ આ આંચકાની તિવ્રતા કેટલી છે તે જાણવા માટે મામલતદાર કચેરીએ ફોન કર્યા હતાં, ગઇકાલે ગીર સોમનાથ જિલ્લાના તલાલાથી ૧૨ કિ.મી. ઉત્તર પૂર્વે ભોજદે ગામ નજીક ૨.૬ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આમ સૌરાષ્ટ્રમાં બે સ્થળોએ ભુકંપનો આંચકો આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt