જામનગરની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજને સતત બીજા વર્ષે મોં અને દાંતના સ્વાસ્થ્ય તેમજ તમાકુના ઉપયોગથી થતા નુકસાન અંગે જાગૃતિ માટે રાષ્ટ્રીય પુરસ્કાર
જામનગર, 26 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલે ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાએ અનોખી સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર સૌરાષ્ટ્રનું નામ ગૌરવવંતુ કર્યું છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નવી દિલ્હી દ્વારા દેશભરની ડેન્ટલ કોલ
ડેન્ટલ કોલેજ


જામનગર, 26 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલે ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાએ અનોખી સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર સૌરાષ્ટ્રનું નામ ગૌરવવંતુ કર્યું છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નવી દિલ્હી દ્વારા દેશભરની ડેન્ટલ કોલેજો અને હોસ્પિટલોને મોં અને દાંતના સ્વાસ્થ્ય તેમજ તમાકુના ઉપયોગથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ઝુંબેશ અંતર્ગત યોજાતા શ્રેષ્ઠ કાર્યક્રમો માટે દર વર્ષે પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.

જામનગરની આ સંસ્થા દ્વારા મોં અને દાંતના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં વ્યાખ્યાનો, શેરી નાટકો, રેલીઓ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓ, તેમજ દંત નિદાન કેમ્પનો સમાવેશ થાય છે.આયોજિત કાર્યક્રમોનો વિગતવાર અહેવાલ નવી દિલ્હી મોકલવામાં આવે છે. આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં દર વર્ષે 180થી વધુ ડેન્ટલ કોલેજો ભાગ લે છે. જામનગર માટે ગર્વની વાત એ છે કે, આ સંસ્થાએ તેના ઉત્કૃષ્ટ કાર્યક્રમો અને કામગીરી બદલ સતત બીજા વર્ષે આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો છે.

આ સિદ્ધિનો શ્રેય સંસ્થાના વડા ડો. નયના પટેલના સક્ષમ નેતૃત્વ, પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી વિભાગના વડા ડો. રોહિત અગ્રવાલ, વાઇસ ડીન ડો. રીટા ઝા, પી.જી. ડાયરેક્ટર ડો. રાધા ચાંગેલા, અને અન્ય વિભાગના વડાઓ જેવા કે ડો. સંજય લગદીવે, ડો. વિપિન આહુજા, ડો. ગિરીશ ચૌહાણ, ડો. રાજેશ પટેલ, ડો. નિશા વર્લિયાની, ડો. સિદ્ધિ હાથીવાલા, ડો. કૃષ્ણ સાગર, ડો. નિહારિકા બેન્જામિન, ડો. ધ્રુતી પોબારુ અને ડો. અર્પિત પટેલના અથાગ પ્રયાસોને જાય છે.

આ સન્માન માત્ર સંસ્થા માટે જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ છે. આ પુરસ્કાર ભવિષ્યમાં વધુ જનલક્ષી આરોગ્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે સંસ્થાને પ્રેરણા પૂરી પાડશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande