પોરબંદર, 26 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં ઉપરવાસની વાડીના પાણી ફરી વળ્યા હતા જેના કારણે આ વિસ્તારના અનેક મકાનો અને દુકાનોપાણી ઘુસી ગયાહતા. જેના કારણેલોકોને મોટુ નુકશાન થયુ હતુ, તો વાછારાડાડાના મંદિર પાસેથી પાણીનો ભારે પ્રવાસ સાત દિવસ બાદ પણ જોવા મળી રહ્યો ત્યાર સુધી વરસાદી પાણીમાથી રાહદારીઓ અને વાહનચાલકોને પસાર થવુ પડતુ હતુ.
હવે મનપા દ્રારા અહિં કાંકરી નાંખવામા આવી છે. જેના કારણે નાના-મોટા અનેક વાહનો ફસાયા હતા. જેમને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી. હદ ત્યાં થઇ મહાનગરપાલિકાનુ ડોર ટુ ડોર કચરો એકત્રીત કરતુ વાહન પણ અહિં ફસાય ગયુ હતુ. મનપાની બેદરકારી સામે લોકોમા ભારે રોષ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya