જામનગરના મેળામાં ૧૫થી વધુ બાળકોને શોધી વાલીને સોંપી આપતી જામનગર પોલીસ
જામનગર, 26 ઓગસ્ટ (હિ.સ.): મિશન મુસ્કાન અંતર્ગ જામનગરના મેળામાં ૧૫ થી બાળકો પોતાના વાલીથી વિખુટા પડી ગયા હતા. પોલીસે આ બાળકોને તેમના વાલી સાથે મિલાપ કરાવી દીધો હતો. ગત તા.૧૫/૦૮/૨૦૨૫ થી જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો શરૂ થયો છે. જેમાં કાયદો અને વ્
જામનગર પોલીસ


જામનગર, 26 ઓગસ્ટ (હિ.સ.): મિશન મુસ્કાન અંતર્ગ જામનગરના મેળામાં ૧૫ થી બાળકો પોતાના વાલીથી વિખુટા પડી ગયા હતા. પોલીસે આ બાળકોને તેમના વાલી સાથે મિલાપ કરાવી દીધો હતો. ગત તા.૧૫/૦૮/૨૦૨૫ થી જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો શરૂ થયો છે. જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મેળામાંથી વાલીથી છુટા પડેલ બાળકોને તાત્કાલીક શોધી કાઢી તેમના વાલી વારસને સોંપી આપવા માટે પોલીસ અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવી હતી

જે અંગે ગઇ તા.૧૫/૦૮/૨૦૨૫થી તા.૨૫/૦૮/૨૦૨૫ સુધીમાં પોલીસ ઇન્સ્પેકટર એન.એ.ચાવડા ના માર્ગદશન મુજબ લોકમેળામાં સતર્ક પોલીસ બંદોબસ્ત રાખી તેમજ કાયદો વ્યવથાની પરિસ્થિતિ જાળવી લોક મેળામાં વાલીઓથી છુટા પડેલ ૧૫થી વધુ બાળકોને તાત્કાલીક શોધી કાઢી તેમના વાલી વારસને સોંપી આપી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande