જૂનાગઢ 26 ઓગસ્ટ (હિ.સ.) બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા સંચાલિત સેતુ પ્રકલ્પ અંતર્ગત સંસ્થાના આચાર્ય ડૉ.જે.આર.વાંઝાના માર્ગદર્શન હેઠળ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય વક્તા તરીકે એમ.ડી. મેડિસિન ડૉ.વ્રજેશ અઘેરા હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડૉ.જીજ્ઞેશ કાચા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સેતુ ના નોડલ ઓફિસર ડૉ.જાગૃતિ વ્યાસે ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. અને સેતુ પ્રકલ્પ વિશે વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા.
ત્યારબાદ કૉલેજના આચાર્ય ડૉ.જે.આર.વાંઝાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન આપ્યું હતું. વક્તા ડૉ.અધેરાએ આધુનિક સમયની ભાગદોડ ભરેલ જિંદગીમાં શારીરિક સ્વસ્થ્યને સાચવા માટે શું કરવું જરૂરી છે તેનાં વિશે સરળ શૈલીમાં મહત્વપૂર્ણ બાબતોની વાત કરી હતી. તેમજ વિધાર્થીઓને પૌષક આહાર અને કસરતનું મહત્વ સમજાવ્યું હતું અને સર્વેને મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને વ્યસનોથી દૂર રહેવા માટે પ્રેરિત કર્યા હતાં.
કાર્યક્રમના અંતે સિનિયર અધ્યાપક ડૉ.પી.વી.બારસિયાએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સેતુ સમિતિના સભ્યો ડૉ.આલોક વાઘેલા, ડૉ.હરેશ વરુ, ડો.રચના વાઘેલા, ડૉ.કુરેશી, અન્ય સ્ટાફમિત્રો તથા વિધાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ